મોદી સરકાર બહુ જલદી IPC અને CRPCમાં ફેરફાર કરશે: ગૃહમંત્રી અમિત શાહ
Trending Photos
લખનઉ: દેશના ગૃહમંત્રી અમિતશાહ (Amit Shah) આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં હતાં. લખનઉમાં આયોજિત 47માં અખિલ ભારતીય પોલીસ સાયન્સ કોંગ્રેસ-2019ના સમાપન અવસરે અમિત શાહે કહ્યું કે બહુ જલદી આઈપીસી(IPC) અને સીઆરપીસી (CRPC) માં ફેરફાર કરવામાં આવશે. આઈપીસી અને સીઆરપીસીમાં ફેરફાર એ હવે સમયની જરૂરિયાત છે. એટલું જ નહીં અમિત શાહે કહ્યું કે જ્યારે આ કાયદા બનાવવામાં આવ્યાં હતાં ત્યારે અંગ્રેજો આપણા પર શાસન કરતા હતાં. તેમની પ્રાથમિકતા ભારત (India) ના નાગરિકો નહતાં. હવે આપણે આઝાદ છીએ તો તેમાં જનતાની સગવડ પ્રમાણે ફેરફારની જરૂર છે.
અમિત શાહે કહ્યું કે બ્રિટિશ રાજમાં બનેલા આઈપીસી અને સીઆરપીસી જેવા કાયદા હવે અપ્રાસંગિક થઈ ગયા છે. આજની જરૂરિયાતો પ્રમાણે આ કાયદામાં મોટા ફેરફારની જરૂરિયાત છે. જેને લઈને તેમા ફેરફાર કરવામાં આવશે. આ માટે અમિત શાહે રાજ્યો પાસે સૂચનો પણ માંગ્યા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ એક રક્ષા શક્તિ વિશ્વવિદ્યાલયની સ્થાપનાની પણ જાહેરાત કરી અને કહ્યું કે કેન્દ્ર સરકાર તેના માટે એક ખરડો લાવશે. જે રાજ્યોમાં પોલીસ વિશ્વવિદ્યાલય નથી ત્યાં આ વિશ્વવિદ્યાલય સંલગ્ન કોલેજ પણ સ્થાપિત કરાશે. તેનાથી દેશમાં રેડીમેડ પોલીસ ઓફિસરોની જરૂરિયાત પૂરી થઈ શકશે.
મોટી ફાંદવાળા પોલીસકર્મી
અમિત શાહનું માનીએ તો જનતાનો દ્રષ્ટિકોણ પોલીસ માટે અને પોલીસનો દ્રષ્ટિકોણ જનતા માટેનો બદલવો જરૂરી છે. ફિલ્મોમાં મોટી ફાંદવાળા પોલીસકર્મીઓને દેખાડીને મજાક ઉડાવી શકાય છે. પરંતુ એ પણ સમજવાની જરૂર છે કે પોલીસકર્મીઓ પર સુરક્ષાની કેટલી જવાબદારીઓ હોય છે. લોકો દિવાળી ઉજવતા હોય છે ત્યારે પોલીસકર્મીઓ સુરક્ષામાં લાગેલા હોય છે. લોકો રજા લઈને ઘરે જાય છે, હોળી ખેલે છે પરંતુ પોલીસકર્મીઓ તે ચિંતામાં હોય છે કે ક્યાંક કોઈ તોફાન ન થાય.
આ VIDEO પણ જુઓ...
એક બીજાને જોવાનો દ્રષ્ટિકોણ બદલો
શાહે કહ્યું કે પોલીસ વિભાગના 35 હજાર જવાનોએ પોતાની શહાદત આપી અને ત્યારબાદ આ દેશના લોકો આજે પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે. આથી જરૂરી છે કે જનતા અને પોલીસ બંને એકબીજાને જોવાનો દ્રષ્ટિકોણ બદલે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે